મારુ મનવિશ્વ

સમ્બન્ધો..

Posted on: જુલાઇ 1, 2010

આજે અન્દર રૂમમા બેસીને પેપર વાચી રહી હતી. અચાનક બારીની બહાર નજર ગઇ અને ધ્યાનમા સરી ગઇ. Actually હુ ઘરની પાછળનો એ વિસ્તાર કે જ્યા ઝાડી-ઝાખરા ઉગી નીકળે છે એ નીરખતી રહી.

વિચાર આવ્યો કે જીવન અને આ વિસ્તારમા કેટલી સમાનતા છે! જેમ કેટલાક ઝાડી-ઝાખરા જાતે ઉગી નીકળે છે તો કેટલાક આપણે વાવીએ છીએ એમ જ સમ્બન્ધો પણ જાતે ઉગી નીકળે છે તો કેટલાક આપણે બાન્ધીએ છીએ. જાતે બાન્ધેલા સમ્બન્ધોનુ આપણે જાતે વાવેલા છોડની જેમ સિંચન અને માવજત કરીએ છીએ અને બાકીના નકામા ઝાડી-ઝાખરાને એમના હાલ પર છોડી દઇએ છીએ. કેટલાક સમ્બન્ધો લીલા છે તો કેટલાક સુકા! કેટલાક બોરડી જેવા છે તો કેટલાક ફૂલોથી ભરેલા! કેટલાક પર કુહાડીના અનેક ઘા મારવા છતા ફરી ઉગી નીકળે છે તો કેટલાક નાજુક છોડ નાનકડો ઘા વાગતા જ નમી પડે છે. કેટલાક છોડવા જાતે ખરી પડે છે તો કેટલાકને આપણે જ તોડી નાખીએ છીએ. કેટલાક છોડ અડીખમ ઉભા છે તો કેટલાક પવનની લહેરખીથી પણ નમી જાય છે. કેટલાક પર અમસ્તા જ સુન્દર ફૂલો નિખરી ઉઠે છે તો કેટલાકની માવજત કરવા છતા કળી સુદ્ધા ખિલતી નથી! ઉનાળામ આખા વિસ્તારને અમે સાફ કરી નાખીએ છીએ તો ચોમાસામા એ ફરી ઉગી નીકળે છે..એમ જ જીવન પણ ઉગતુ રહે છે અને મરતુ રહે છે.!.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Advertisements

  • નથી
  • અનામિક: welcome to wordpress......!
  • Rupen patel: નેટજગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપના બ્લોગને ગુજરાતી
  • વિનય ખત્રી: ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્

શ્રેણીઓ

%d bloggers like this: