મારુ મનવિશ્વ

Author Archive

અચાનક જ ત્યા અટકી જાય તો નજર

અને કહે દિલ કે આ આંખો જ તારુ ઘર

તો અટકી જ એ ચહેરા પર સ્મિત બનીને

અને રોજ એની જુલ્ફોમા વિખરાયા કર!

Advertisements

ઓ વરસાદ, આજે તો તુ એવો વરસ

કે માઝા મુકી દે આ તરસ..

ઉમટે પુર લાગણી ના એવા દિલ માહી,

કે તણાઇ જાય એ યાદોના જુના જણસ..

ચાલ ઓ દિલ, ત્યા હવે પાછા નથી જવુ

ક્ષણેક્ષણને હુ જે જીવી છુ વરસ..

શુષ્ક બની ગઇ તારી પ્રીત ને સુકો તારો સાથ,

ઓ મન હવે કેમ કરીને તુ પલળીશ વરસોવરસ ?!

 

 

 

મારા હસ્તમા હ્રદયની રેખા તુટી છે

પળે પળે મને જિન્દગી ખુટી છે

ક્યારેક તો ખિલશે એ જિન્દગીના બાગમા

તારા પ્રેમની પળોની મે જે કળીઓ ચુંટી છે!

આજે અન્દર રૂમમા બેસીને પેપર વાચી રહી હતી. અચાનક બારીની બહાર નજર ગઇ અને ધ્યાનમા સરી ગઇ. Actually હુ ઘરની પાછળનો એ વિસ્તાર કે જ્યા ઝાડી-ઝાખરા ઉગી નીકળે છે એ નીરખતી રહી.

વિચાર આવ્યો કે જીવન અને આ વિસ્તારમા કેટલી સમાનતા છે! જેમ કેટલાક ઝાડી-ઝાખરા જાતે ઉગી નીકળે છે તો કેટલાક આપણે વાવીએ છીએ એમ જ સમ્બન્ધો પણ જાતે ઉગી નીકળે છે તો કેટલાક આપણે બાન્ધીએ છીએ. જાતે બાન્ધેલા સમ્બન્ધોનુ આપણે જાતે વાવેલા છોડની જેમ સિંચન અને માવજત કરીએ છીએ અને બાકીના નકામા ઝાડી-ઝાખરાને એમના હાલ પર છોડી દઇએ છીએ. કેટલાક સમ્બન્ધો લીલા છે તો કેટલાક સુકા! કેટલાક બોરડી જેવા છે તો કેટલાક ફૂલોથી ભરેલા! કેટલાક પર કુહાડીના અનેક ઘા મારવા છતા ફરી ઉગી નીકળે છે તો કેટલાક નાજુક છોડ નાનકડો ઘા વાગતા જ નમી પડે છે. કેટલાક છોડવા જાતે ખરી પડે છે તો કેટલાકને આપણે જ તોડી નાખીએ છીએ. કેટલાક છોડ અડીખમ ઉભા છે તો કેટલાક પવનની લહેરખીથી પણ નમી જાય છે. કેટલાક પર અમસ્તા જ સુન્દર ફૂલો નિખરી ઉઠે છે તો કેટલાકની માવજત કરવા છતા કળી સુદ્ધા ખિલતી નથી! ઉનાળામ આખા વિસ્તારને અમે સાફ કરી નાખીએ છીએ તો ચોમાસામા એ ફરી ઉગી નીકળે છે..એમ જ જીવન પણ ઉગતુ રહે છે અને મરતુ રહે છે.!.

રે મન..

ચાલ જઇએ ફરી શબ્દોની શોધમા..

વડૃપ્રેસના રસ્તાઓ પર

ચાલ જઇએ નવી મિત્રતાની શોધમા..

જ્યા key દબાવુ ને નવા કીરદારો મળે

નીતનવા સમ્બન્ધો અને એકલતાની મઝારો મળે..


Advertisements

  • નથી
  • અનામિક: welcome to wordpress......!
  • Rupen patel: નેટજગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપના બ્લોગને ગુજરાતી
  • વિનય ખત્રી: ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્

શ્રેણીઓ